તમારી દીકરી માટે ખોલાવો આ ખાતું, મોટી થઈને કહેશે Thank You Papa! || રાષ્ટ્રિય બાલિકા દિવસ ( 24 જાન્યુઆરી )
સરકારની અનેક બચત યોજનાઓ (Saving Scheme) છે, જેમાં તમે રોકાણ કરી શકો છો, પરંતુ જો તમારા ઘરમાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી છે, તો તેના નામ પર સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) અંતર્ગત ખાતુ ખોલાવી શકો છે. સરકાર આ સ્કીમમાં (SSY Scheme) શાનદાર રિટર્ન આપી રહી છે. આ યોજના ખાસ બાળકીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી છે.
આ યોજનામાં (Sukanya Samriddhi Yojana) ખાતુ ખોલાવવા માટે તમારે માત્ર 250 રૂપિયા જમા કરાવવા પડશે, જે પહેલા 1000 રૂપિયા હતા. જો તમે પણ પુત્રીના પિતા છો તો કેન્દ્ર સરકારની આ સ્કીમ (SSY Scheme) તમારા ખુબ જ કામની છે.
આ યોજનાનો હેતુ
આ યોજના (SSY Scheme) બાળકીના જન્મથી લઇને લગ્નની પરિજનોને આર્થિક મજબૂત આપે છે. આ યોજના (Sukanya Samriddhi Yojana) ઘટી રહેલા લિંગાનુપાત વચ્ચે કન્યા જન્મદરને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. માતા-પિતાની પુત્રીને ભણાવવા અને તેના લગ્ન માટે પૈસાના ટેન્શનને દૂર કરવામા મદદ કરશે.
ક્યા ખુલશે ખાતું:
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) ખાતું તમે કોઈપણ પોસ્ટ ઓફિસ માં ખોલાવી શકો છો
વાર્ષિક જમા રકમની સીમા પણ ઘટી:
સરકાર તરફથી સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) વાર્ષિક આધાર પર ન્યૂનત્તમ રાશિ રાખવાની સીમામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. પહેલા વાર્ષિક 1000 રૂપિયા ન્યૂનત્તમ જમા કરાવવા ફરજિયાત બનાવ્યું હતું. જો કે હવે આ રકમને ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવી છે.
આ યોજના (Sukanya Samriddhi Yojana) અંતર્ગત તમે વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છે અને 21 વર્ષ બાદ તમને 68 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળે છે.
કેટલા દસ્તાવેજોની પડશે જરૂર:
✓ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ,
✓ બાળકીનું જન્મ પ્રમાણપત્ર, જમાકર્તા (માતા-પિતા અથવા વાલી)નું ઓળખ પત્ર જેમ કે પાન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરે.
✓ જમાકર્તાના સરનામાનું પ્રમાણપત્ર જેમ કે, પાસપોર્ટ, રેશનકાર્ડ, વિજબીલ, ટેલીફોન બિલ વગેરે.
પૈસા જમા કરાવવા માટે તમે નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો.
ખાતું ખોલવા પર તમે જે પોસ્ટ ઓફિસ થી ખાતું ખોલાવ્યું છે તે તમને એક પાસબુક આપશે.
કોણ ખોલાવી શકે છે એકાઉન્ટ
એક બાળકીના નામે માત્ર એક જ ખાતુ (Sukanya Samriddhi Yojana) ખોલાવી શકાય છે. એક વાલી વધુમાં વધુ બે બાળકીના નામે આ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. જો જોડિયા કે ત્રણ બાળકી એક સાથે જન્મી હોય, તો પછી ત્રીજી બાળકીને પણ તેનો ફાયદો મળી શકે છે.
તો રાહ શું જોવાની...
આજે જ આપની સુકન્યા નું નજીક ની પોસ્ટ ઓફિસ માં ખાતું ખોલવો અને એના ભવિષ્ય ને સમૃદ્ધ બનાવો
Comments
Post a Comment
Thanks For Putting Interest